1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. . . . .
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેના 48 કલાક અગાઉ એટલે કે 29 નવેમ્બરને મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે. રાજકીય પક્ષો ત્યારબાદ પ્રચાર કરી શકશે નહિ. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાનાર હોવાથી આજે પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત રહેશે. ત્યારે આ દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમિત શાહ આજે ચાર સભા કરશે. આજે તેઓ બપોરે 12.30 કલાકે દાહોદના જરી બુર્જગ ખાતે જાહેર સભાને સંબોધશે અને બપોરે 2 કલાકે થસર ખાતે સભાને સંબોધશે. કપડવંજના કાભાઈના મુવાડા ખાતે બપોરે 3:30 કલાકે સભાને સંબોધશે. તેઓ રાત્રે 8 વાગ્યે અમદાવાદના અમરાઈવાડી ખાતે જાહેર સભાને સંબોધશે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ત્રણ જિલ્લામાં પ્રચાર કરશે. વડોદરાના રાવપુરા, દાહોદ દેવગઢબારિયા અને ભાવનગરમાં સભાઓ યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ABP Cwater એ એક સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી સીટો મળશે. સર્વેમાં સામે આવ્યું છે કે ભાજપ રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 28-36 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની સંભાવના