રાજ્ય સરકારે વાવાઝોડા બાદ 240 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છના બાગાયતી પાકોના નુકસાન બદલ આ સહાય અપાશે. જો કે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહાયથી વંચિત.
બિપોરજોયના કારણે થયેલા ખેતીમાં નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે નુકસાનીના વળતરની મંજૂરી આપી છે. 10 ટકાથી વધુ નુકસાન હશે તો પણ સહાય મળશે. 1 લાખ 30 હજાર હેક્ટરમાં થયેલા નુકસાન બદલ આ સહાય પેકજ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને બનાસકાંઠા માટે આ સહાય પેકેજ જારી કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ સહાયથી વંચિત. પાટણ જિલ્લો પણ સહાયથી વંચિત. કચ્છ અને બનાસકાંઠામાં વધુ નુકસાન થવાથી આ સહાય પેકેજ આ વિસ્તારોમાં લાગુ પડશે.સર્વે કરવામાં આવેલા તમામ ખેડૂતોને સહાય પેકેજ મળશે. આ સહાય કચ્છ અને બનાસકાંઠા પુરતી જ રહેશે.
આ નિયમોને આધીન મળશે સહાય
બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે,
વધારાની 1 લાખ બે હજારની સહાય.
બાગાયતી પાકોના નુકસાનમાં બે હેક્ટરની સહાય
કચ્છ, બનાસકાંઠા માટે 240 કરોડનું રાહત પેકેજ
10 ટકાથી વધુ નુકસાન હશે તો પણ સહાય મળશે.
33 ટકાથી વધુનું નુકસાન થયું હોત તો હેક્ટર દીઠ 25 હજારની સહાય
2 જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓને પણ કેરી સહીતના બાગાયતી પાકોમાં નુકસાન પહોંચ્યું હોવાની અગાઉ રજૂઆતો થઈ હતી. જો કે, રાજ્ય સરકારે આ બે જિલ્લાઓને સહાય માટે નક્કી કર્યું છે. કોંગ્રેસે રાહત પેકેજ મામલે સવાલો ઉઠાવ્યા છે.