ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ ક્ષેત્રે કામગિરી પ્રગતિ હેઠળ છે ત્યારે એક પછી એક કામો સરળતાથી પાર પડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને શિક્ષણ, પર્યાવરણ જાળવણી, આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને આગામી સમયમાં નવી ભેટ મળવા જઈ રહી છે.
– રાજ્યમાં તમામ તાલુકા મથકોએ ગ્રંથાલય ઉભા કરાશે: સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા
– આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું આ વર્ષે દિવાળી પહેલા ખાતમુહૂર્ત થશે – આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલ
– વડનગરમાં પ્રવાસન વિકાસ માટે રૂપિયા ૩૦૭૪.૮૩ લાખ ખર્ચ રાજ્ય ગ્રાન્ટમાંથી કરાયો – પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા
– દેશમાં કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ના 23.2% જ્યારે 13.6 ટકા સૌર ઉર્જા સાથે ગુજરાત અગ્રેસર : ક્લાઈમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ
– હવા પ્રદૂષક પાર્ટીક્યુલેટ મેટરના નિયંત્રણ માટે ‘એમીશન ટ્રેડિંગ સ્કીમ’ થકી માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
– માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
– દાહોદ અને નર્મદા જિલ્લામાં મળી ડોકટર વર્ગ-૧ની ૧૭૪ અને વર્ગ-૨ની ૩૮૦ જગ્યાઓ મંજૂર થયેલી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
શિક્ષણ ક્ષેત્રે માતૃભાષાને પ્રોત્સાહન
ગઈકાલે બિલ બાદ માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી જ રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાશે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવા અને સુધારવા માટે શિક્ષણ વિભાગના પ્રયાસો પ્રશંસનીય છે અને આ પ્રયાસોના પરિણામ ૨-૫ વર્ષમાં ચોક્કસ આવશે.