Google સર્ચ રિઝલ્ટનો અનુભવ સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યો છે. ગૂગલ આ માટે નવા ફીચર્સની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, હવે ગૂગલમાં એક નવું ફીચર આવી રહ્યું છે, જેના પછી ગૂગલ સર્ચ રિઝલ્ટમાં કન્ટેન્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ફિલ્ટર થયા પછી દેખાશે. ગૂગલના આ નવા ફીચરનું નામ છે સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (SGE), જેની પહેલી ઝલક ગૂગલે આ વર્ષની શરૂઆતમાં દેખાડી હતી.
SGE ટૂલની મદદથી, સમાચાર અથવા કન્ટેન્ટ વેબસાઇટ લાંબા આર્ટિકલને નાના કરી શકશે અને Google સર્ચ રિઝલ્ટમાં પોતાના આર્ટિકલને બતાવી શકશે. આ સુવિધા ખાસ કરીને લાંબા કન્ટેન્ટમાં લોકોને એંગેજ કરવા એમાટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ગૂગલે આ ફીચર વિશે કહ્યું છે કે આ ફીચર સર્ચ રિઝલ્ટમાં કોઈ મોટા આર્ટિકલના મહત્ત્વના મુદ્દાઓને હાઇલાઇટ કરીને બતાવશે. નવા ફીચરને ગૂગલ સર્ચના “એક્સપ્લોર ઓન ધ પેજ” પરથી એક્સેસ કરી શકાશે.
માઈક્રોસોફ્ટ બિંગમાં ઓપન એઆઈના ચેટટૂલ ચેટજીપીટીના આવ્યા બાદથી જ ગૂગલ તેના સર્ચ એક્સપિરિયન્સને સુધારવા પર કામ કરી રહ્યું છે. નવા ફીચર વિશે, ગૂગલ કહે છે કે આ ટૂલ ફક્ત તે કન્ટેન્ટને જ ટૂંકા કરશે જે ફ્રી છે. ગૂગલનું ફીચર હાલમાં ટ્રાયલ મોડમાં છે. તે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રીતે રિલીઝ કરી દેવામાં આવશે.