May 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત
બ્રેકિંગ ન્યુઝ

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

by gujarat paheredarOctober 9, 20230
શેર 1

મોરબી ખાતે તારીખ ૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમનો સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ(તમામ સ્વત્રંત હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રમોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શુભારંભ કરાવ્યો હતો.

હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી, ૨૦૨૪ માં આયોજીત થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી ખાતે ‘વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાયો છે. વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની વર્ષ ૨૦૦૩ માં  શરૂઆત કરાવી હતી.

Advertisement

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T –  ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને વધુમાં વધુ પોલીસોઓ.

મોરબીની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ ૨૩૯.૫ બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. જેનું વાર્ષિક ટર્નઓવર ૬૦,૦૦૦ કરોડનું છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ જેટલા સિરામિક એકમો આવેલા છે. માત્ર મોરબી જિલ્લો ૮ થી ૧૦ લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. મોરબીનું નામ સાંભળતા જ આપણને ઘડિયાળની યાદ આવી જાય. મોરબી જિલ્લાની વોલ કલોક/ગીફ્ટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો ૭૫ ટકા  હિસ્સો ધરાવે છે. મોરબીની સિરામિક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે. મોરબી વિશે એવું કહી શકાય છે મોરબી કેન એનીથીંગ એન્ડ મોરબી વીલ.ગુજરાત વિશે ગર્વભેર મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં ૩૩% ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખ થી વધુ MSME રજીસ્ટર્ડ છે .

મોટા રાજ્યોની તુલનામાં સૌથી ઓછો ૨.૨ % બેરોજગારી દર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.વડાપ્રધાનએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાનશ્રીએ મૂકેલો એ વિશ્વાસ આજે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ થયો છે.અંતમાં મંત્રી સૌને જણાવ્યું હતું કે, સૌ સંકલ્પ કરીએ.. “આપણું તન, મન, ધન દેશને અર્પણ કરીએ. મારે આકાશથી ઊંચે જાવું છે.એક ભારત નવું બનાવવું છે તેના માટે પરિશ્રમ કરીએ.”

પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં જી.આઈ.ડી.સી. ફાળવવા માટે સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, મોરબી વિકાસની વાટે આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા મોરબીના ઉદ્યોગો માટે ૪૦૦ કરોડના રોડ રસ્તાઓ મંજૂર કર્યા છે. આજે મોરબી સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ચીનને હંફાવી રહ્યું છે.આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલ ચાવડાએ કર્યું હતું.

આ વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમના ભાગરૂપે ૯૦ થી વધુ થનારા એમ.ઓ.યુ. થકી મંત્રીની ઉપસ્થિતમાં અંદાજિત ૧૮૦૦ કરોડના ૫ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી સાથે સાંસદમોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અગ્રણી રણછોડભાઈ દલવાડી, જેઠાભાઈ મ્યાત્રા, કે.એસ. અમૃતિયા સહિત જિલ્લાના પદાધિકારી/ અધિકારીશ્રીઓ તેમજ ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર 1
અગાઉની પોસ્ટ
હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી
આગામી પોસ્ટ
ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી
gujarat paheredar

Related posts

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું- ગુંડાઓ, માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ સામે થઈ રહેલી કાર્યવાહીથી જનતા ખુશ…

gujarat paheredarApril 25, 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

gujarat paheredarMarch 2, 2023

તુર્કીમાં 24 કલાકમાં ચોથી વાર ધરા ધ્રૂજી, આજે ફરી આવ્યો ભૂકંપ, 5.6ની તીવ્રતા માપવામાં આવી

gujarat paheredarFebruary 7, 2023

ચીન પર ચર્ચા કરવા ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન, ખડગેએ 12 પક્ષોને બોલાવ્યા

gujarat paheredarDecember 21, 2022

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ હોમ હર્ષ સંઘવીએ અનંત યુનિવર્સિટી ખાતે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું

gujarat paheredarMarch 17, 2023

સિપાઈ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૪ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ

gujarat paheredarFebruary 25, 2023February 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137849
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક