TATA ગ્રૂપની માલિકીની AIR India એ ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. 17 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાએ તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ નેટવર્ક પર 96-કલાકનો સેલ શરૂ કર્યો છે. યાત્રીઓ માટે આ સ્કીમ ખૂબ જ ખાસ બનવાની છે. પ્લેનની ટિકિટ હવે ટ્રેનની ટિકિટની કિંમતમાં જ ઉપલબ્ધ થવાની છે. એર ઈન્ડિયાએ ઈકોનોમી ક્લાસ માટે 1,470 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 10,130 રૂપિયા ટિકિટની કિંમત રાખી છે. આ સુવિધા અમુક રૂટ પર જ ઉપલબ્ધ છે.
એર ઈન્ડિયાની વેબસાઈટ airindia.com અને મોબાઈલ એપ દ્વારા બુકિંગ ફી પણ ફ્રી રાખવામાં આવી છે. એર ઈન્ડિયા ફ્લાઈંગ રિટર્ન્સ સભ્યો તમામ ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ પોઈન્ટ મેળવી શકે છે.
સેલનું બુકિંગ બધા માટે ખુલ્લું છે. આ ઑફર માત્ર પસંદગીના રૂટ પર જ માન્ય છે. આ ઑફર 1 સપ્ટેમ્બરથી 31 ઑક્ટોબર, 2023 વચ્ચેની મુસાફરી માટે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે છે, જે 20 ઑગસ્ટ, 23:59 ના રોજ સમાપ્ત થઈ રહી છે.
કેવી રીતે બુક કરવું? –
એર ઈન્ડિયાના સેલનો લાભ લઈને તમે તમારી મુસાફરીની યોજના બનાવી શકો છો. વેબસાઇટની સાથે, તમે મોબાઇલ એપ પરથી પણ બુક કરી શકો છો. આ માટે તમારે કોઈ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે નહીં. એર ઈન્ડિયાના ફ્લાઈટ રિટર્ન્સ સભ્યો પણ તમામ ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ મેળવી શકે છે.
સ્પાઈસ જેટ પણ ધમાકેદાર ઓફર આપી રહી છે –
એર ઈન્ડિયાની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે સ્વતંત્રતા દિવસે સ્પાઈસ જેટનો સેલ ચાલી રહ્યો છે. સ્પાઈસ જેટનો સેલ પણ 20 ઓગસ્ટે સમાપ્ત થશે. આ પ્રોજેક્ટની શરૂઆતની ટિકિટ 1,515 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ અંતર્ગત તમે 15 ઓગસ્ટ 2023થી 30 માર્ચ 2023 વચ્ચે મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકશો.