રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગહી વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદ થયા તેવી સંભાવના છે.
રાજકોટમાં વરસાદ થતા ઠંડક પ્રસરી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, રાજકોટમાં કેટલાક વિસ્તારમાં આજે સવારે હળવો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન નિષ્ણાત મુજબ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે.
25થી 26 ઓગસ્ટ દરમિયાન વધુ એક ટ્રફ સક્રિય થવાની આશંકા
બંગાળનું ઉપસાગર સક્રિય થતા એક વરસાદી ટ્રફ સક્રિય થયું છે, જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. જ્યારે 25થી 26 ઓગસ્ટ દરમિયાન વધુ એક ટ્રફ સક્રિય થવાની આશંકા છે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રિપિકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. ઉપરાંત, ગોધરા, દાહોદ, પંચમહાલ, સાપુતારામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે.