મકાનમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ, એફ.આર.પી. ડોર, એલ્યુમિનિયમ વિન્ડો, બ્રિક મેસેનરી મુકાઈ છે. આવાસમાં મોડ્યુલર કિચન, ફર્નિચર તેમજ પાર્કિંગમાં પેવર ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવેલું છે.
૧૩ માળની ઇમારતમાં પ્રત્યેક માળ પર ૪ આવાસ બનાવાયા
આ આવાસોની વિશેષતા જોઈએ તો, ૧૩ માળની ઇમારતમાં પ્રત્યેક માળ પર ૪ આવાસ બનાવાયા છે. ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, કિચન, બાલ્કની, અટેચ ટોયલેટ, વોશિંગ સ્પેસની સાથે પાર્કિંગની પણ સુચારુ રૂપે વ્યવસ્થા કરાઈ છે. સાથોસાથ બિલ્ડિંગમાં બે લિફ્ટ અને અગ્નિશમનની પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મકાનમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ, એફ.આર.પી. ડોર, એલ્યુમિનિયમ વિન્ડો, બ્રિક મેસેનરી મુકાઈ છે. આવાસમાં મોડ્યુલર કિચન, ફર્નિચર તેમજ પાર્કિંગમાં પેવર ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવેલું છે.
૧૭૮૮ રહેણાંક આવાસોનું બાંધકામ આવનારા દિવસોમાં શરૂ થશે
રાજ્ય સરકારના કર્મયોગીઓને આવાસની શ્રેષ્ઠ વ્યવસ્થા મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાનેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગાંધીનગર તથા અમદાવાદમાં રૂપિયા ૨૫૧.૧૫ કરોડની અંદાજિત રકમના B તથા C કક્ષાના નવા ૮૯૨ રહેણાંક આવાસોનું બાંધકામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રૂપિયા ૩૫૦ કરોડની અંદાજિત રકમના વિવિધ કક્ષાના નવા ૧૪૨૪ રહેણાંક આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. વિવિધ કક્ષાના નવા ૧૭૮૮ રહેણાંક આવાસોનું બાંધકામ આવનારા દિવસોમાં શરૂ થશે. મેમનગર સરકારી વસાહતોના લોકાર્પણ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ, શહેરના મેયર કિરીટભાઈ પરમાર અને સ્થાનિક કોર્પોરેટરઓ, વસાહતીઓ ઉપસ્થિત રહ્યા હતા.