પી.ડી.યુ.હોસ્પિટલને વધુ એક એમ્બ્યુલન્સ અર્પણ કરતા કલેકટરશ્રી કંડકટરની ભરતીના ૧૦૦૦ ઉમેદવારોને પ્રાથમિક સારવારનું પ્રમાણપત્ર પી.ડી.યુ. હોસ્પિટલ દ્વારા કાઢી અપાશે રાજકોટ શહેર તથા જિલ્લા અને આસપાસના ગામોના દર્દીઓને હવે વધુ સુવિધા મળશે કારણકે રાજકોટની પી.ડી.યુ.હોસ્પિટલને વધુ એક એમ્બ્યુલન્સ જિલ્લા કલેકટર દ્વારા અર્પણ કરાઈ છે. તો હવે દર્દીઓને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. હાલમાં ચાલી રહેલી એસ.ટી. વિભાગ દ્વારા કંડકટરની ભરતી માટે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમનું પ્રમાણપત્ર માત્ર રેડ ક્રોસ સંસ્થા જ પ્રમાણિત કરી શકે છે. રેડ ક્રોસની તમામ બેન્ચ હાલ ફુલ હોવાથી પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની મેડિકલ ટીમ દ્વારા નવા ૧૦૦૦ થી વધારે પ્રતીક્ષારત ઉમેદવારોની તબીબી તપાસ કરી દેવામાં આવશે. વિકાસ કામો અંતર્ગત કલેક્ટરશ્રી પ્રભવ જોષીના હસ્તે પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. જેને લીધે પી. ડી. યુ હોસ્પિટલના દર્દીઓની સુવિધામાં ઉમેરો થયો છે, આ સમગ્ર કામગીરી માટે પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના તબીબી અધ્યક્ષ શ્રી ડો.આર.એસ.ત્રિવેદી તથા તેમના સ્ટાફ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો છે તેમ તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.