રાજકોટના ઇશ્વરીયા પાર્ક સહિત અનેક જગ્યાએ યોજાશે મેળો: જેમાં જગ્યા ભાડે રાખવા માટે થશે હરાજી ઇશ્વરીયા પાર્ક ખાતેના મેળામાં પાર્કીંગ પ્લોટ માટેની જાહેર હરરાજી યોજાશે લોકમેળા સમિતિ, રાજકોટ દ્વારા વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર, હીલ ગાર્ડન, ઈશ્વરીયા પાર્ક, માધાપર, રાજકોટ ખાતે તા.૦૫/૦૯/૨૦૨૩ થી ૦૯/૦૯/૨૦૨૩ સુધી મેળો યોજાનાર છે. જેમાં પાર્કીંગ માટેની જગ્યા ભાડેથી આપવાનું નકકી થયેલ છે, જેની જાહેર હરરાજી કરવામાં આવશે. આ હરરાજીમાં રસ ધરાવનાર પાર્ટીએ અનામત પેટેની રકમ રૂ.૧૦,૦૦૦/- ના અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટ શહેર-૧ ના નામના ચેક સાથે તા.૨૮/૦૮/૨૩ ના રોજ ૧૨-૦૦ કલાકે મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જુની કલેકટર કચેરી, રાજકોટ ખાતે હાજર થવાનુ રહેશે. આ જાહેર હરરાજીમાં કાર પાર્કીંગ ફી રૂ.૩૦, મોટર સાઇકલ પાર્કીંગ ફી રૂ.૧૦ લેવાની રહેશે. તા.૦૫/૦૯/૨૩ થી તા.૦૯/૦૯/૨૩ એમ ૫-દિવસની અપસેટ પ્રાઇઝ રૂ.૭૫,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા રહેશે. શરતો હરરાજી સમયે વાંચી સંભળાવવામા આવશે અને તેને આધીન રહીને હરરાજીની કાર્યવાહી કરવામા આવશે. તેમ રાજકોટ તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયુ છે.