17.5 કિલો સુવર્ણ ચઢાવવા માટેના 12 કરોડના ખર્ચેને પહોંચી વળવા માટે દાતાઓએ દાન કર્યું
શહેરમાં સુરસાગર સ્થિતિ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની ઉંચી પ્રતિમા મહાશિવરાત્રિના પર્વે ખુલ્લી મુકવામાં આવશે. આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ થઈ જતા પરંપરાગત રીતે ખુલ્લી મુકવામાં આવી છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે.
ધારાસભ્ય યોગેશ પટેલ 2017ની અંદર મિત્રો સમક્ષ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. ત્યાર બાદ આ પ્રતિમા હવે ખુલ્લી મુકાશે. આ પ્રતિમા માટે શહેર તેમજ જિલ્લા અને રાજ્ય તેમજ દેશ અને વિદેશના અનેક દાતાઓને ફાળો આપ્યો છે. 2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરુ થયું હતું.
શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવા માટેના 12 કરોડના ખર્ચેને પહોંચી વળવા માટે દાતાઓએ દાન કર્યું છે. આ પ્રતિમાં સંપૂર્ણપણે સોનાથી જડિત છે જેનું લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થશે.
વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે ત્યારે આ વખતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ થશે. શિવજી કી સવારી આ વખતે સૌ કોઈ માટે યાદગાર બની રહેશે. દેવાધિ દેવ મહાદેવની આ પ્રતિમાને લઈને ઘણા સમયથી લોકોમાં પણ રાહ જોવામાં આવી રહી છે ત્યારે શિવરાત્રિના પવિત્ર દિવસે આ ભગીરથ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે.