વડોદરા: ગુજરાત રાજ્યની સંસ્કારી નગરી વડોદરામાં તારીખ ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ ‘મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા’ દ્વારા હલ્દી કંકુ તિલગુડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ઉલ્લેખનિય છે કે મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરામાં સમાજસેવા કાર્યો માટે વર્ષોથી કાર્યરત છે અને વડોદરામાં જે મહારાષ્ટ્રીયન લોકોની જનસંખ્યા છે તેમાં આ સમાજ ૬૦ ટક્કા બહુમતી ધરાવે છે. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ અને પરંપરા અનુસાર સમાજના મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે હલ્દી કંકુ અને તિલગુડ માટેનો સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ૭૦૦ જેટલી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહિલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જય જયકાર સાથે કરવામાં આવી હતી. સમાજ દ્વારા આમંત્રિત મહેમાનોમાં અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, વડોદરા પોલીસ SHE ટીમના પીએસઆઈ શ્રીમતી જયશ્રી વૈધ્ય તેમજ સરા ગણદેવીકર ના માલિક શ્રીમતી જયાબેન સુનિલભાઈ ગણદેવીકર ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ મહેમાન તરીકે વડોદરા પોલીસ SHE ટીમના એસીપી રાધિકા ભારાઈ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ કોઈ કારણસર તે પોતે ઉપસ્થિત ન રહેતા તેમના સ્થાને શ્રીમતી જયશ્રીબેન વૈધ્ય ને મોકલ્યા હતા.
કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરીને મહેમાનો દ્વારા મહિલાઓ માટે મનોગત કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વડોદરા પોલીસ SHE ટીમના પીએસઆઈ શ્રીમતી જયશ્રીબેન વૈધ્ય દ્વારા મહિલાઓ, બાળકો અને સિનિયર સિટઝનો માટે SHE ટીમની કામગીરી વિશે ધ્યાન કેન્દ્રિત કરીને સવિસ્તર માહિતી આપવામાં આવી હતી તેમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે ગુડ ટચ અને બેડ ટચ તેમજ જરૂરી ટેલિફોન નંબર અને મોબાઈલ એપ વિશે માહિતી આપી હતી જ્યારે અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહીલે દ્વારા સમાજની દરેક મહિલા ઘરમાંથી બહાર નીકળીને પોતાના પગપર આત્મનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
હલ્દી કંકુ સમારંભ માં સમાજની મહિલા આગેવાનોએ આવેલ મહેમાન અને સમાજની દરેક બહેનોને પરંપરા અને સંસ્કૃતિ અનુસાર હલ્દી કંકુનો ચાંદલો કરીને તિલગુડ આપવામાં આવ્યો હતો સાથે તિલગુડ લો.. અને મીઠું મીઠું બોલો.. એવા સૂત્રનો નાદ સાથે પૂજા માટેની એક વસ્તુ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજના અઘ્યક્ષ, ઉપાઘ્યક્ષ, મહામંત્રી, પદાધિકારીઓ, કમિટી સભ્ય તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા