ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેમિલી એક્ટ બિલ લાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઈન્ડિવિઝ્યુઅલ કાર્ડ બન્યા છે પરંતુ હવે એક ફેમિલી કાર્ડ બનશે. જે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવવામાં આવશે.
ગુજરાતના તમામ પરીવારો માટે ખાસ ઓળખ કાર્ડ બનશે. ખાસ ઓળખ પત્ર બનાવવાની જોગવાઈ કરવામાં આવશે. કુટુંબ આઈડી કાર્ડથી અનેક ફાયદાઓ થશે. જેમાં તમામ સભ્યોનો ડેટા સ્ટોર કરાશે. જેથી કેટલીક પ્રક્રીયાઓ બિલકુલ સરળ બનશે. ગુજરાતમાં આ નિયમ આગામી સમયમાં લાગુ પડી રહ્યો છે પરંતુ હરીયાણા, કેરળમાં બહું પહેલાથી જ આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાશે. ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેમિલી એક્ટ બિલ લાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઈન્ડિવિઝ્યુઅલ કાર્ડ બન્યા છે. અલગ અલગ સર્ટિફિકેટ માટે યોજનાઓ માટે લાઈનો જોવા મળે છે. ત્યારે ફેમિલી એક્ટના ઈમ્પ્લિમેન્ટથી આ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કેમ કે, ઓનલાઈન પોર્ટલમાં તમામ વિગતો સ્ટોર કરવામાં આવશે.
પરીવારોના પેન્શન, જન્મ, મરણ નોંધણી, સબસિડીથી લઈને તમામ બાબતો કનેક્ટ થશે. સરકારી યોજનાઓના લાભ એમ તમામ બાબતો ઓનલાઈન કરાશે. ખાસ કરીને યુવાનો કે વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે જેમને કેટલાક એડમિશન માટે સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટની જરુર પડતી હોય છે. ત્યારે તેમને આ ફાયદો થશે.