NPS Scheme: જો તમે પણ વૃદ્ધાવસ્થામાં આવક મેળવવાનો સારો રસ્તો શોધી રહ્યા છો, તો આજે અમે તમને કેન્દ્ર સરકાર (Central Government) ની એક એવી યોજના વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને કમાણી કરી શકો છો. મોદી સરકાર (Modi Government) એ દેશની સામાન્ય જનતા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં સરકાર તમને દર મહિને 20,000 રૂપિયા આપશે. આ યોજનાનું નામ નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) છે.
વૃદ્ધાવસ્થા સુરક્ષિત રહેશે
નેશનલ પેન્શન સ્કીમ એક સરકારી યોજના છે, જેના દ્વારા તમારું વૃદ્ધાવસ્થા સિક્યોર રહે છે. ખાસ વાત એ છે કે તેમાં ઝીરો રિસ્ક છે અને પૈસાની પણ ગેરંટી છે. આ યોજના વર્ષ 2004માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, વર્ષ 2009 માં આ યોજના તમામ કેટેગરી માટે ઓપન કરવામાં આવી હતી.
લગાવવી પડે છે 40 ટકા એન્યુટી
આ યોજના હેઠળ, તમારે તમારી વર્કિંગ લાઈફમાં લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં તમારે એન્યુટીમાં 40 % રકમનું રોકાણ કરવું પડશે. એન્યુટીની રકમમાંથી જ તમને આગળ ચાલી પેન્શન તરીકે પ્રાપ્ત થશે.
શું છે યોજનાના ફાયદા
આ યોજનામાં તમે 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો
18થી 70 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે
ફાઈનલ વિડ્રોલ પર 60 ટકા રકમ ટેક્સ ફ્રી હશે
એનપીએસ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યૂશનની મર્યાદા 14 ટકા છે
એન્યુટીની ખરીદમાં રોકાણ કરવામાં આવેલી રકમને પણ ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ પ્રાપ્ત છે
દર મહિને મળશે 20,000 રૂપિયાથી વધુ
જો તમે 20 વર્ષની ઉંમરે આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો નિવૃત્તિના સમય સુધીમાં તમારી પાસે કુલ 5.4 લાખ રૂપિયાનું ફંડ જમા તઈ જશે. તેના પર 9 થી 12 ટકા રિટર્ન મળશે, જેના કારણે આ રોકાણ વધીને 1.05 કરોડ થઈ જશે. જો કોર્પસના 40 ટકાને એક વર્ષમાં રૂપાંતરિત કરવામાં આવે છે, તો આ પ્રાઈઝ 42.28 લાખ રૂપિયા થશે. તદનુસાર, 10 ટકાના વાર્ષિક દરે ધારીએ તો, તમને દર મહિને 21,140 રૂપિયા પેન્શન મળશે. તેની સાથે તમને લગભગ 63.41 લાખ રૂપિયાની રકમ એકસાથે મળશે.