અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પ્રોહિબિશન ની અમલવારી માટે પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે આંતરરાજ્ય સરહદ પરથી વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ટ્રક-કન્ટેન્ટરમાંથી 48.53 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો ટ્રકમાં કૈલાશ નામના બુટલેગરે દારૂ ભરી આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈએ ચાર્જ સાંભળતાની સાથે બાતમીદારો સક્રિય કરી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી રહ્યા છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રક કન્ટેનરમાં સંતાડેલ વિદેશી દારૂની અધધ પેટી જોઈ ચોકી ઉઠ્યા હતા ટ્રક-કન્ટેનર માંથી વિદેશી દારૂની 784 પેટીમાંથી બોટલ નંગ-24024 કીં.રૂ.4853400/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક પપ્પુસિંગ રૂપસિંગ રાવત (રહે,ખલીયા,ભીલવાડા-રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને ટ્રક-કન્ટેનર મળી કુલ.રૂ.58.55 લાખથ વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક બુટલેગર સહીત વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા