પાકિસ્તાનમાં લઘુમતી તરીકે રહેતા હિન્દુ પરિવારોને મુસ્લિમ કટ્ટરપંથીઓના અત્યાચારોનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખ ધર્મના લોકો પર અત્યાચારના સમાચાર પણ દરરોજ આવે છે. તાજેતરના કિસ્સામાં, ડોકટરોએ નિર્દયતાની ચરમસીમા પાર કરી અને એક હિન્દુ યુવતી સાથે સામૂહિક બળાત્કારનું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સિંધ પ્રાંતની એક હોસ્પિટલમાં સારવાર માટે આવેલી હિન્દુ મહિલા પર ડોક્ટરોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. 23 વર્ષીય દર્દી તેની કિડનીની સારવાર કરાવવા માટે આવી હતી, પરંતુ બળાત્કાર બાદ તેની તબિયત બગડવા લાગી અને તેને પાકિસ્તાનના હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાની હાલત અત્યંત ગંભીર છે. ઘટના બાદથી આરોપી ડોક્ટર અને અન્ય સ્ટાફ ફરાર છે.
પહેલા નશીલી દવા આપી, પછી જઘન્ય અપરાધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના ટંડો મુહમ્મદ ખાન શહેરમાં સ્થિત ઇન્ડસ હોસ્પિટલના કિડની વોર્ડમાં બની હતી. આ ઘૃણાસ્પદ ઘટના અંગે પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે સારવાર માટે હોસ્પિટલ ગઈ તો આરોપી ડોક્ટરોએ તેને નશીલી દવા આપી. ત્યારબાદ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. પીડિતાના પરિવારે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસ અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી. ઘટના બાદ આરોપી ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને જલ્દી પકડવાનો દાવો કર્યો છે.
પીડિત પરિવારે દેખાવો કર્યા
ગેંગ રેપની ઘટનાથી ભડકેલા પીડિતાના પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. પરિવારજનોનું કહેવું છે કે લઘુમતી હિન્દુ સમુદાયની વહુ-દીકરીઓ હોસ્પિટલોમાં પણ સુરક્ષિત નથી. તેમણે સરકાર પાસે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.