વિરામ બાદ આવતી કાલે વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક ઉપરાંત સપ્તાહમાં મધ્યમથી હળવો વરસાદ પડશે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે ફરી વરસાદનું જોર વધી શકે છે. ગઈકાલે જન્માષ્ટમીના દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 સપ્તાહ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા એકથી દોઢ મહિનાથી વરસાદના કોઈ આસાર ન દેખાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. ત્યારે હવે સૌરાષ્ટ્ર સહીતના વિવિધ વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધી શકે છે. હવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ 24 કલાકમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, સુરત, વલસાડ, તાપી સહીતના દક્ષિણ ગુજરાતના પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યગુજરાતમાં પણ વરસાદની આગાહી
વડોદરા,, છોટાઉદેપુર, ભરુચ સહીતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા.
ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં મેઘો થશે મહેરબાન
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડામાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા છે.