ટ્વીટર (Twitter) ડીલ બાદ એલોન મસ્ક (Elon Musk) એ હજારો કર્મચારીઓની છટણી કરી હતી, પરંતુ આમ કરવાથી તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
Titter CEO Elon Musk: ટ્વીટર (Twitter) ડીલ બાદ એલોન મસ્ક (Elon Musk) એ હજારો કર્મચારીઓની છટણી કરી હતી, પરંતુ આમ કરવાથી તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મસ્કની પ્રોપર્ટીમાં રેકોર્ડ ઘટાડો થયો છે અને બીજી તરફ આ નુકસાનને કારણે તે ભાડું પણ ચૂકવવા સક્ષમ નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) ના ડેટા મુજબ, છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 73 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
લાંબા સમયથી ટ્વીટર ઓફિસનો ભાડો નથી ચૂકવ્યો
મસ્ક (Elon Musk) ની નેટવર્થ ઘટીને 132 બિલિયન ડોલર થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્વીટર (Twitter) ઓફિસનું ભાડું ન ચૂકવવાને કારણે કર્મચારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. ટ્વીટર ડીલ બાદ પોતાના નિવેદનને લઈને વારંવાર ચર્ચામાં રહેનાર મસ્ક (Elon Musk) માટે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટ્વીટર ઓફિસ લાંબા સમયથી ભાડે આપવામાં આવી નથી.
માલિકે કર્મચારીઓને બહાર કાઢ્યા
ટેક એનાલિસ્ટ કેસી ન્યૂટનના જણાવ્યા મુજબ સિંગાપોરમાં ટ્વીટર (Twitter) ઓફિસના માલિકે ત્યાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એક ટ્વીટ દ્વારા કેજીએ તેની જાણકારી આપી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે એલોન મસ્ક (Elon Musk) છેલ્લા ઘણા મહિનાઓથી ભાડું ચૂકવી શક્યા નથી. તેના માટે તેમને અનેક વખત નોટિસ મોકલવામાં આવી હતી. તેમના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ ન મળતા કર્મચારીઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે.
https://twitter.com/CaseyNewton/status/1613303513240702976?s=20&t=eVm02wSoLkqnfacpcS9NMw
ટ્વીટર (Twitter) ઓફિસનું ભાડું સમયસર ન ચૂકવવા બદલ તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો ઓફિસનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એલોન મસ્ક (Elon Musk) ટ્વીટર (Twitter) ની હેડ ઓફિસ, પ્રાઈવેટ જેટનું ભાડું ચૂકવી શક્યા નથી.