ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરુઆત થઈ ચૂકી છે જો કે એ પહેલા જ રાજ્યના જળાશયો છલકાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના 206 ડેમમાં 71.86 ટકા પાણીનો જથ્થો અવેલેબલ છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે. ત્યારે વધુ જળાશયોમાં પાણીનું સ્તર વધશે.
ગુજરાતના 206 ડેમમાં 71.86 ટકા જથ્થો
સરદાર સરોવર ડેમમાં 84.45 ટકા પાણીનો જથ્થો
કચ્છના 20 ડેમો 61.66 ટકા જથ્થો
ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 74.22 ટકા પાણીનો જથ્થો
મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 44.49 ટકા જથ્થો
સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 81.72 ટકા પાણીનો જથ્થો
દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 76 ટકા પાણીનો જથ્થો
સરદાર સરોવસમાં અગાઉ કરતા સારો એવો પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. 11 જળાશયો એલર્ટ પર છે. ચોમાસાના બીજા રાઉન્ડમાં વધુ પાણીની આવક થાય તેવી શક્યતા છે. અન્ય 80 ટકાથી ઓછા પાણીનો સંગ્રહ છે તેવા 12 જળાશયો છે. 70 ટકા જળાશયો ભરાયેલા છે. 74 જળાશયોમાં 60 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જળાશયો વધુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં નોંધપાત્ર પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.