સારદાબેન હોસ્પિટલમાં ભોજનની અંદર ગરોળી નિકળવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ થકી તપાસ કરવામાં આવશે. ક્યાં અને કેવી રીતે બેદરકારી રહી ગઈ તે બાબતે તપાસ કરવામાં આવશે.
સર્જિકલ વિભાગની અંદર સારવાર લઈ રહેલા દર્દીને ભોજન અપાયું હતું. ત્યારે આ ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી ત્યારે આ મામલો ગરમાયો હતો. આ પ્રકારે ભોજનમાં ગરોળી આવતા જ લોકોની હેલ્થ સાથે ચેડા થાય છે.
પેશન્ટ્સની દરેક પ્રકારની દરકરાર નાદુરસ્ત સમયે રાખી દર્દી દ્વારા મંગાવવામાં આવતું યોગ્ય ફૂડ મળી રહે તેવી જવાબદારી હોસ્પિટલ તંત્રની હોય છે. ત્યારે ભોજનમાં જ આ પ્રકારે મરેલી ગરોળી નિકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે. તેવામાં હવે કોર્પોરેશને આ તપાસ તેજ કરી છે. જે માટે સીસીટીવી ભોજનમાં મરેલી ગરોળી કેવી રીતે આવી તે મામલે મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જલદીથી જ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.