અમદાવાદમાં ઘણા સમયથી લોકોએ આવાસોના મકાનો માટે ફોર્મ ભર્યા છે ત્યારે ઘણા સમયથી કેટલાક મકાનોના ડ્રો થવાના બાકી છે ત્યારે નવા 2000 મકાનોનો ડ્રો થશે. એલઆઈજી પ્રકારના મકાનોના ડ્રો બાદ લોકોને મકાન ફાળવવામાં આવશે. ગોતા, સોલા અને ચાંદલોડિયા વિસ્તારમાં આ મકાનોનો ડ્રો પાડવામાં આવશે. આગામી 15 દિવસમાં આ તમામ મકાનોનો નકશો તૈયાર કરવામાં આવશે. લગભગ 2000 ઘરોનો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ ડ્રો બાદ લોકોને મકાનો મળશે.
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકોને આવાસો મળી રહે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે આ વખતે બજેટની અંદર પણ આવાસ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાને મકાનો ફાળવવામાં આવી રહ્યા છે. ત્યારે નવા આવાસો પણ નિર્માણ પામી રહ્યા છે.
ૉ
ૉતેમાં પણ ખાસ કરીને સોલા, ગોતા વિસ્તારમાં અગાઉ પણ આવાસો યોજના અંતર્ગ મકાનો ફાળવવામાં આવ્યા છે ત્યારે નવા આવાસોના નિર્માણ કાર્યની કામગિરી પણ આગામી સમયમાં કરવામાં આવશે. આગામી સમયમાં ડ્રો બાદ એલઆઈજી મકાનોના ડ્રોઈંગ બાદ તેમને મકાનો ફાળવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 15 દિવસમાં શહેરનાLIG પ્રધાન મંત્રી આવાસ યોજનાના 2000 થી વધુ મકાનો બાંધશે. જેનો લાભ આગામી સમયમાં વધુ લાભાર્થીઓને મળી રહેશે.