સરહદી વિસ્તારને હરિયાળો બનાવવા આઠસોથી વધુ વૃક્ષનું વાવેતર કરાશે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે સરહદની રખેવાળી કરતા જવાનોને ઉપયોગી થવાના આશયથી દાતાઓના સહયોગથી રૂા. ૬. ૫૦ લાખના ખર્ચે ૧૦૦ પથ્થરના બાંકડા, પાંચ કૂલર, પાણી સંગ્રહ માટે ૧૩ ટાંકી અપાઇ હતી. સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોશીના જણાવ્યા મુજબ બીજા તબક્કામાં સીમા વિસ્તારને ગ્રીનબેલ્ટ બનાવવા ૮૦૦થી વધુ ફૂલઝાડનું વાવેતર કરાશે. કૂલરના દાતા મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થાલેશ્વર હસ્તે સોની ભરતભાઇ થાલેશ્વર, પટેલ મૂલજીભાઇ મેઘજીભાઇ વાસાણી પરિવાર, ડો. હર્ષ દેઢિયા, ભાનુશાલી કનૈયાલાલ દયાળજી હ. રામ કનૈયાલાલ નંદા, ભાનુ છગનલાલ વેલજી જોઇસર ચે. ટ્રસ્ટ હ. પ્રતાપભાઇ જોઇસરનો સમાવેશ થાય છે. એક કૂલરની માંડવીના જી. ટી. ગ્રાઉન્ડ પર પણ વ્યવસ્થા કરાઇ છે. કચ્છમાં વિવિધ સ્થળે સરહદની રખેવાળી કરતા જવાનો માટે બેસવાના પથ્થરના બેંચ નંગ-૧૦૦ જેની પાછળ રૂા. ત્રણ લાખનો ખર્ચ કરાયો છે. પાણીના સંગ્રહ માટે બીએસએફનાં કેમ્પો પર ૧૩ જેટલી રૂા. દોઢ લાખના ખર્ચે ટાંકીઓની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઇ છે.એક કૂલરની માંડવીના જી. ટી. ગ્રાઉન્ડ પર પણ વ્યવસ્થા કરાઇ છે. કચ્છમાં વિવિધ સ્થળે સરહદની રખેવાળી કરતા જવાનો માટે બેસવાના પથ્થરના બેંચ નંગ-૧૦૦ જેની પાછળ રૂા. ત્રણ લાખનો ખર્ચ કરાયો છે. પાણીના સંગ્રહ માટે બીએસએફનાં કેમ્પો પર ૧૩ જેટલી રૂા. દોઢ લાખના ખર્ચે ટાંકીઓની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઇ છે.