આ તપાસ શંકાના આધારે કરાઈ હતી ત્યારે તેમાં 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.
17 જેલમાં 1700થી વધુ પોલીસ કર્મીઓએ કરેલા સર્ચ ઓપરેશનનો આ રીપોર્ટ સીએમ સુધી પહોંચતો કરવામાં આવ્યો છે. જેલના કેટલાક અધિકારીઓ, કર્મચારી પર આ મામલે આફત આવી શકે છે. દોષિતોને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા આ મામલે લેવાઈ શકે છે. ગુજરાતની જેલમાં મોટું ઓપરેશન હાથ ધરાયું હતું તેની તમામ પળે પળની માહિતી સાથેનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ તપાસ શંકાના આધારે કરાઈ હતી ત્યારે તેમાં 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.
મુખ્યમંત્રીએ પણ કર્યું હતું નિરીક્ષણ
ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું ત્યાર બાદ આ મામલે સીએમ તરફથી તમામ બાબતોને લઈને રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેમાં મેગા સર્ચ ઓપરેશનમાં રાજ્યભરની મોટી જેલોમાં વીડિયો સાથે હાથ ધરાયેલા ઓપરેશનમાં વધુ વિગતો સામે આવી શકે છે. આ મામલે કોઈ નિર્ણય પણ રાજ્ય સરકાર તરફથી લેવામાં આવી શકે છે.