રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ સક્રીય થતા ફરીથી માહોલ જામશે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો ત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામશે. ગુજરાતના કેટલાક ભાગોમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. સામાન્યથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી સમયમાં સામાન્યથી મધ્યમ વરસાદ થતા ખેડૂતોની ખૂશી વધી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
16 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, ગીર, બોટાદ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર સહીતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રીય બની હોવાથી વરસાદી માહોલ જોવા મળશે.
ખાસ કરીને સામાન્યથી ભારે વરસાદ સુરત, ડાંગ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી સહીતના વિસ્તારોમાં પડશે આ સાથે જ બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, દાદરાનગર હવેલી સહીતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આમ ત્રણ દિવસ આ વરસાદી માહોલ જોવા મળશે જો કે, ચોથા દિવસે વાત કરીએ તો વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.