OBC સમુદાયનું અપમાન કરતા ભાજપના નિવેદન પર સીએમ અશોક ગેહલોતે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, સબક શિખવવો પડશે. ઓબીસીનું અપમાન કરવાનો આરોપ લગાવતા ભાજપની ટીકા કરી અને પ્રશ્ન કર્યો કે શું નીરવ મોદી ઓબીસી છે? અશોક ગેહલોતે કહ્યું કે હું ઓબીસી છું અને ત્રણ વખતનો સીએમ છું.
અદાણી અંગે તેમણે કહ્યું કે આઝાદી બાદ આ પહેલી ઘટના છે કે આરોપોનો જવાબ આપવાને બદલે વડાપ્રધાન મૌન સેવી રહ્યા છે. સીએમ ગેહલોતે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર જોયું કે કોઈ વડાપ્રધાન જવાબ નથી આપી રહ્યા. જવાબ તો દૂર, વડાપ્રધાન અદાણીનું નામ લેવા પણ તૈયાર નથી.
શું છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ OBC નથી?
તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ અને પછાત લોકોની પ્રગતિ માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે શું હું OBC નથી? હું ત્રણ વખતનો મુખ્યમંત્રી છું. શું છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ OBC નથી? તેમણે કહ્યું કે હું વિધાનસભામાં મારા સમુદાયનો એકમાત્ર સભ્ય છું અને હું વારંવાર મુખ્યમંત્રી બનું છું. તેમણે કહ્યું કે તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે, તેમને પાઠ ભણાવવો પડશે.
અદાણી મામલે કહી આ વાત
અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટના આરોપો પર અશોક ગેહલોતે કહ્યું કે આઝાદી પછી આ પહેલી ઘટના છે કે આરોપોનો જવાબ આપવાને બદલે વડાપ્રધાન મૌન સેવી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં પહેલીવાર જોયું છે કે કોઈ મુદ્દો સામે આવ્યો છે, આક્ષેપો થયા છે પરંતુ નેતાઓ તેનો જવાબ આપવા તૈયાર નથી.