એકસાથે ઘણા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp ગ્રૂપ એક ઉત્તમ માધ્યમ છે, પરંતુ જ્યારે કોઈ તમારી પરવાનગી વિના તમને કોઈ ગ્રૂપમાં એડ કરે છે ત્યારે તમે હેરાન પરેશાન થઈ જાઓ છે. બિનઉપયોગી ગ્રૂપમાં એડ થવાથી બચવા માટે, WhatsAppએ કેટલીક સુવિધાઓ પ્રદાન કરી છે, જેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. આજે અમે તમને એક એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે તમારી જાતને કોઈપણ વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાથી બચાવી શકશો.
વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાથી કેવી રીતે બચવું?
જો કોઈ તમને કોઈપણ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને તમે તેનાથી પરેશાન છો, તો એક સેટિંગ તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે. ડિફોલ્ટ રીતે, WhatsAppમાં ગ્રૂપમાં એડ કરવા માટેનું સેટિંગ ‘Everyone’ હોય છે, પરંતુ તમે તેને બદલી શકો છો, જેના પછી તમારી પરવાનગી વિના કોઈ તમને કોઈપણ WhatsApp ગ્રૂપમાં ઉમેરી શકશે નહીં.
આ રીતે બદલો સેટિંગ
સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. હવે જમણી બાજુ ઉપર દેખાતા ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. હવે સેટિંગ્સ પર ક્લિક કરો અને એકાઉન્ટ પર ક્લિક કરો. હવે પ્રાઈવસી પર જાઓ અને ગ્રૂપ્સ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમે પહેલાથી જ Everyone દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી તમને Everyone સાથે અન્ય બે વિકલ્પો My Contacts અને My Contacts Except મળશે. Everyone સિલેક્ટ કરવાથી કોઈપણ તમારી પરવાનગી વિના તમને ગ્રૂપમાં એડ કરી શકશે. પરંતુ, My Contacts સિલેક્ટ કરવાથી ફક્ત તે જ લોકો તમને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી શકશે જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં છે. ઉપરાંત, My Contacts Except સિલેક્ટ કરવા પર તમે એવા લોકોને પસંદ કરી શકો છો જે તમને ગ્રૂપમાં એડ કરી શકે છે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે જેમને પસંદ કરો છો તે જ લોકો તમને કોઈપણ ગ્રૂપમાં એડ કરી શકશે.