સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાઇરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એ આજે સ્પષ્ટતા કરી છે કે ‘ગંગા જળ’ પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવતો નથી. પૂજા સામગ્રીને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે. CBIC એ એમ પણ કહ્યું છે કે, જ્યારથી દેશમાં GST લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી પૂજા સામગ્રી પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવતો નથી.
મીડિયા એજન્સી મુજબ, CBICએ એમ પણ જણાવ્યું હતું કે, 18-19 મે, 2017ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની 14મી બેઠક અને 3 જૂન, 2017ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની 15મી બેઠકમાં પૂજા સામગ્રી પરના GST અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પૂજા સામગ્રીને બહાર રાખવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા પછી નિર્ણય લેવાયો હતો.
જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક્સ પર એક પોસ્ટમાં બીજેપી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદીજી તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારું છે, પરંતુ તમારી સરકારે પવિત્ર ગંગાના જળ પર જ 18% GST લાદ્યો છે.” તેમણે કહ્યું કે, “તમે એકવાર પણ વિચાર્યું નથી કે એ લોકો પર શું અસર પડશે જેઓ પોતાના ઘરમાં ગંગાજળને રાખવા માટે ઑડર આપીને મંગાવે છે. આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે.” આ પછી સીબીઆઈસીએ આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે, GST લાગુ થયા બાદથી જ ગંગાજળને ટેક્સના માળખામાંથી મુક્ત રાખવામાં આવ્યું છે.