ટેક જાયન્ટ ગૂગલનું કહેવું છે કે કંપનીએ તેની નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ પ્લેટફોર્મ પરથી 2 મિલિયનથી વધુ યુટ્યુબ વીડિયો હટાવી દીધા છે. ગૂગલે એપ્રિલ અને જૂન 2023 વચ્ચે આ કાર્યવાહી કરી છે. અગાઉ, કંપનીએ નીતિઓના ઉલ્લંઘન માટે જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા હતા. ગૂગલે દાવો કર્યો છે કે કંપનીએ ગૂગલ પે દ્વારા એક વર્ષમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના કૌભાંડો અટકાવ્યા છે.
નીતિઓના ભંગ પર કાર્યવાહી
ગૂગલે કહ્યું કે, આ વીડિયોને પોલિસીના ઉલ્લંઘન માટે ડિલીટ કરવામાં આવ્યા છે. ગૂગલના જણાવ્યા અનુસાર, તેણે એપ્રિલ અને જૂન 2023માં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ ભારતમાં ઉદ્ભવતા લગભગ 20 લાખ વીડિયોને હટાવી દીધા છે. અગાઉ, કંપનીએ નીતિઓના ઉલ્લંઘન માટે જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા હતા. વૈશ્વિક સ્તરે, વીડિયો-સ્ટ્રીમિંગ જાયન્ટે સમાન સમયગાળા દરમિયાન નિયમોના ઉલ્લંઘન માટે 6.48 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા હતા.
ગૂગલનો દાવો- રૂ.12 હજાર કરોડનું કૌભાંડ અટક્યું
ગૂગલે કહ્યું કે, અમે છેલ્લા એક વર્ષમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના કૌભાંડોને પણ રોક્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, Google Pay પર અમે લોકોને તેમની પસંદગીની ભાષામાં શંકાસ્પદ વ્યવહારો વિશે તરત જ એલર્ટ કરીએ છીએ અને છેતરપિંડીનો પ્રયાસ તરત જ બંધ કરીએ છીએ. આ કારણે, ગયા વર્ષે જ Google Payએ 12,000 કરોડ રૂપિયાના કૌભાંડો અટકાવ્યા છે.