સમગ્ર ભારતમાં કૃષ્ણ સખા સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં આવેલ છે અને અખાત્રીજના દિવસે સુદામા મંદિરે ભક્તોની ભીડ જામે છે. અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે પદયાત્રાનું આયોજન કરાયું છે. આ વર્ષે પોરબંદરથી દ્વારકા ત્રીજી પદયાત્રા યોજાવા જઇ રહી છે. ર૩ એપ્રિલ રવિવારના સવારે ૬ કલાકે સુદામા મંદિર ખાતેથી પદયાત્રાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાના આશીર્વાદ સાથે સાંદીપનિના ઋષિકુમારોના હસ્તે પૂજાવિધિ, ધ્વજારોહણ અને સંતોના આશીર્વાદથી પદયાત્રાને પ્રસ્થાન કરાવશે.
શ્રી કૃષ્ણ અને સુદામાની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરીસ્મરણ તારણ ઉપાય તેવા ભાવ સાથે આધ્યાત્મિક જનજાગૃતિના ઉમદા હેતુસર પોરબંદરથી દ્વારિકાની પદયાત્રાનો આ ઉમદા વિચાર ખીમભાઇ બાપોદરાની પ્રેરણાથકી આયોજન કરવામાં આવે છે. પોરબંદરના સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આગામી તા.ર૩ એપ્રિલને અખાત્રીજને રવિવારના રોજ સવારે ૬ કલાકે સુદામા મંદિર ખાતેથી ત્રીજી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સુદામાપુરીથી દ્વારિકાપુરી સુધીની આ પદયાત્રામાં પરિજનવૃદ મિત્ર મંડળ સહિત ભક્ત સમુદાય પધારી જીવનને ધન્ય અને ભક્તિમય બનાવશે એવું આયોજકો દ્વારા સ્નેહસભર આમંત્રણ નાગરીકોને આપવામાં આવ્યું છે. અખાત્રીજના રોજ આમ પણે સુદામાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીના અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશની સાથે પોરબંદરથી દ્વારિકા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અખાત્રીજના રોજ જ્યારે આ પદયાત્રાનો પ્રારંભ થશે તે દિવસે રાષ્ટ્રિય સંત પૂજ્ય રમેશભાઇ ઓઝાના આશીર્વાદ સાથે સાંદીપનિના ઋષિકુમારો દ્વારા પૂજનવિધિ, ધ્વજારોહણ અને સંતોના આશીર્વાદથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રાના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રણછોડભાઈ જોષી (પાલખડા), ઇશ્વરભાઇ ભરડા, જગદિશભાઈ વિછી, મનોજભાઈ થાનકી, મનોજભાઈ મોઢા (સાંદિપની આશ્રમ, પોરબંદર), મેણંદભાઈ મોઢવાડીયા, મહેન્દ્રભાઈ સોલેરા, રાજેશભાઈ કોઠિયા, ગોવિંદભાઈ વરૂ, દીપકભાઈ મહેતા, ભીખુભાઈ હરચંડી, ગોવિંદભાઈ ગરચર, પરેશભાઈ ગોકાણી, ખીમાભાઈ કારાવદરા, કરશનભાઈ ઓડેદરા (શક્તિ સેના), સ્નેહલભાઈ પાંધી, મંજુલાબેન બાપોદરા, ધીરૂભાઈ વ્યાસ, ખીમભાઈ બાપોદરા, પરબતભાઈ કડેગીયા, ભીખુભાઈ ઉલવા, સુભાષભાઈ કેશવાલા, રામસીભાઈ બામણિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.