સેબીએ આ ફરિયાદ અંગે બુધવારે 25 ઓક્ટોબર 2023ના રોજ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ ક્રમમાં સેબીએ મોહમ્મદ નસીરુદ્દીન અન્સારીને બેન કર્યા હતા. તે હવે શેરબજારમાં કોઈપણ પ્રકારનો સોદો કરી શકતા નથી અને આ સાથે તેમને 17.2 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે.
યુટ્યુબ પર 4 લાખ, X પર 70 હજારથી વધુ ફોલોઅર્સ
મીડિયા અહેવાલ અનુસાર, સેબીના હોલ ટાઇમ ડિરેક્ટર અનંત નારાયણે આ આદેશ જારી કર્યો છે. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને શેરબજારમાં મજબૂત વળતરનું વચન આપીને તેઓને લલચાવવામાં આવે છે. નસીરુદ્દીન અન્સારીના યુટ્યુબ ચેનલ પર 4 લાખથી વધુ અને X પર 70,000થી વધુ ફોલોઅર્સ છે. તેઓ અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ચલાવતા હતા. સેબીએ આ મામલે જાન્યુઆરી, 2021થી જુલાઈ, 2023 દરમિયાન પરીક્ષણ કર્યું હતું. આ તપાસ બાદ જ સેબીએ આ આદેશ જારી કર્યો છે. સેબીએ 45 પાનાનો વચગાળાનો આદેશ જારી કર્યો હતો.
સેબીએ કહ્યું કે નસીરુદ્દીન અંસારી ઘણા સોશિયલ મીડિયા પર પોતાને સ્ટોક માર્કેટ એક્સપર્ટ કહેતા હતા. તે તેના ફોલોવર્સને એજ્યુકેશન કોર્સ માટે નોંધણી કરવા કહે છે. ઉપરાંત, તે રોકાણકારોને શેરબજારમાં મોટો નફો આપીને પણ છેતરે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેનિંગ કોર્સ પણ આપતા હતા. હવે સેબીના આદેશ બાદ નસીરુદ્દીન અંસારી કોઈ પણ પ્રકારની સીધી કે પરોક્ષ ડીલ કરી શકશે નહીં. આ સિવાય તેમણે 15 દિવસમાં એસ્ક્રો એકાઉન્ટમાં 17.2 કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે. જો તેઓ આમ ન કરે તો સેબી તેમની સામે કડક કાર્યવાહી કરશે.