મીડિયા અહેવાલ મુજબ, મેક્સવેલ કહે છે કે લાઇટ શોના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મેક્સવેલે કહ્યું કે, “તેના કારણે માથાનો દુખાવો થયો હતો. આંખોને વ્યવસ્થિત કરવામાં પણ સમય લાગી રહ્યો હતો. હું મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે તદ્દન ભયંકર હતું. આ ચાહકો માટે ઘણું સારું છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.
બીજી તરફ ડેવિડ વોર્નરે મેક્સવેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તે તેની બચાવ કરતો જોવા મળ્યો હતો. વોર્નરે X પર લખ્યું કે, “મને લાઇટ શો ખૂબ જ ગમ્યો. કેવું વાતાવરણ હતું. આ બધું માત્ર ચાહકો માટે હતું. તમારા વગર અમે એ નથી કરી શકતા જે અમને પસંદ છે.
જણાવી દઈએ કે, મેક્સવેલે દિલ્હીમાં નેધરલેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. મેક્સવેલે આ મેચમાં 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. મેક્સવેલની સાથે ડેવિડ વોર્નરે પણ સદી ફટકારી હતી. તેણે 93 બોલનો સામનો કરીને 104 રન બનાવ્યા હતા. વોર્નરે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 90 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.