Multibagger stock: NBCC India એ જાહેર ક્ષેત્રની કંપની છે, જે ભારતના શહેરી અને આવાસ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે. તાજેતરમાં, આ કંપનીને ગૃહ મંત્રાલય હેઠળના બોર્ડર મેનેજમેન્ટ વિભાગ તરફથી રૂ. 448.02 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેના પછી તેનો સ્ટોક ફોકસમાં છે. કંપનીને મિઝોરમમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે 88.58 કિલોમીટર લાંબો રસ્તો બનાવવા માટે મળ્યો હતો. NBCCએ શેરબજારોને મોકલેલી માહિતીમાં આ માહિતી આપી છે. NBCCનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 6,430 હજાર કરોડ છે.
NSE પર NBCCનો શેર સોમવાર, 3 એપ્રિલના રોજ 0.71% વધીને રૂ. 35.70 પર બંધ થયો. કંપનીના શેરની છેલ્લા એક વર્ષની ઊંચી સપાટી રૂ.43.75 છે, જ્યારે છેલ્લા એક વર્ષની નીચી સપાટી રૂ.26.55 છે. હાલમાં, NBCC શેર તેમના છેલ્લા એક વર્ષની નીચી સપાટીથી લગભગ 34.27% ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. NBCCના શેર પહેલીવાર NSE પર એપ્રિલ 2012માં લિસ્ટ થયા હતા. ત્યારથી તેણે તેના રોકાણકારોને લગભગ 465% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
આ મિડકેપ-શેરના તાજેતરના પર્ફોમન્સ વિશે વાત કરીએ તો, છેલ્લા 5 દિવસમાં તેનો સ્ટોક લગભગ 9.01% વધ્યો છે. જોકે, છેલ્લા એક મહિનામાં તેમાં 0.28%નો ઘટાડો થયો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, તેના શેરની કિંમત લગભગ 11.21% વધી છે.
કંપની વિશે
NBCC મુખ્યત્વે ત્રણ બિઝનેસ સેગમેન્ટમાં કામ કરે છે. પ્રથમ- પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC), જેમાં સરકારી મિલકતોના રિ-ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. બીજું- એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) અને ત્રીજું- રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 10% ઘટીને રૂ. 87.03 કરોડ થયો છે. જ્યારે તેના અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો રૂ. 96.98 કરોડ હતો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.