1. મીઠું અને ગરમ પાણીથી કોગળા કરો
દાંતના દુખાવાને ઓછો કરવા માટે ગરમ પાણીમાં મીઠું ભેળવીને થોડીવાર મોંમાં રાખીને કોગળા કરો, તેનાથી દુખાવો ઓછો થાય છે અને સડો પણ મટે છે.
2. આદુનો રસ
આદુનો રસ દાંતના દુઃખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમે આદુનો એક નાનો ટુકડો કાપીને તેનો રસ અસરગ્રસ્ત દાંત પર લગાવી શકો છો. તેની અસર ટૂંક સમયમાં જોવા મળી શકે છે.
3. લવિંગ તેલ
લવિંગનું તેલ દાંતના દુઃખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે. આ માટે દાંતની પાસે લવિંગ રાખો અને તેને ધીમે-ધીમે ચાવો અથવા તો દર્દ થતા દાંત પર લવિંગનું તેલ લગાવો.
4. તાજા લીંબુનો રસ
લીંબુનો રસ દાંતના દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. આ માટે એક તાજા લીંબુનો રસ કાઢીને દુખતા દાંત પર લગાવો. તેના ગુણધર્મો દાંતના દુખાવાને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.
(Disclaimer: પ્રિય વાચક, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવા માટે ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. તમે તમારા સ્વાસ્થ્ય સંબંધિત ક્યાંય પણ કઈંપણ વાંચો છો તો તેને અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો.)