કુંભારવાડા સર્કલ પાસે જેટકોના અંડરગ્રાઉન્ડ કેબલને લાખોનું નુકસાન થતાં પોલીસ ફરિયાદ ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે પાણીની લાઈન માટે જીસીબીથી ખાડો ખોદતી વેળાએ જેટકોના અંડરગ્રાઉન્ડ કેબલને લાખોનું નુકસાન થતાં કોન્ટ્રાક્ટર એજન્સી સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલભીપુર જેટકોના નાયબ ઇજનેર અને કંપનીના અન્ય કર્મચારીઓએ લાઈન ચેક કરી રહ્યા હતા તે તે દરમિયાન કુંભારવાડા સર્કલ પાસે પહોંચતા અહીં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર એજન્સી યશ કન્સ્ટ્રક્શન દ્વારા જીસીબીથી ખાડો ખોદવા માટે જેટકોને આગોતરી લેખિત કે મૌખિક જાણ કર્યા વિના ખોદકામ કરી જેટકો કંપનીના ૬૬ કેવી અંડરગ્રાઉન્ડ કેબલને રૂ.૩,૩૩,૨૬૦નું નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જે નુકસાની પેટે યશ કન્સ્ટ્રક્શનના જવાબદારોએ એક માસમાં નાણાંની ભરપાઈ કરવા સમય આપ્યો હતો જે નાણાંની આજ દિનસુધી ભરપાઈ ન કરતા યશ કન્સ્ટ્રક્શન સામે જેટકોના નાયબ ઇજનેર ભાવિકભાઈ કનુભાઈ ગઢવીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાનો અધિનિયમની કલમ ૩ અને આઈપીસી કલમ ૪૨૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે પાણીની લાઈન માટે જીસીબીથી ખાડો ખોદતી વેળાએ જેટકોના અંડરગ્રાઉન્ડ કેબલને લાખોનું નુકસાન થતાં કોન્ટ્રાક્ટર એજન્સી સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
