અત્યાર સુધીમાં વડાપ્રધાનની મોટાભાગના વિસ્તારમાં સભાઓ યોજાઈ ચૂકી છે ત્યારે આજે તેઓ સૌરાષ્ટ્ર સહીતના વિવિધ વિસ્તારમાં સભાઓ ગજવશે.
જાહેર થયા બાદ પ્રથમ વખતે તેમની સભા યોજવામાં આવશે. અત્યાર સુધીમાં વડાપ્રધાનની મોટાભાગના વિસ્તારમાં સભાઓ યોજાઈ ચૂકી છે ત્યારે આજે તેઓ સૌરાષ્ટ્ર સહીતના વિવિધ વિસ્તારમાં સભાઓ ગજવશે.
આજથી ભાજપ અને કોંગ્રેસ ખરાખરીનો પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપ માટે પ્રચાર કરશે. જેમાં ભરૂચના નેત્રંગ, ખેડા અને સુરતના મોટા વરાછા ખાતે સભાઓ યોજાઈ રહી છે. વડાપ્રધાન ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. જો કે, ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક આ વખતે 140 પ્લસથી વધુ સીટો જીતવાનું છે ત્યારે પુરજોશથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
એકલા વડાપ્રધાન અને અમિત શાહે અત્યાર સુધીમાં 3 ડઝનથી વધુ સભાઓ યોજી છે ત્યારે અમિત શાહનો પણ ગઈકાલે પ્રવાસ વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો ત્યારે આજે ફરીથી પીએમનો ઝંઝાવાતી પ્રવાસ યોજવામાં આવશે. ત્યારે આજે ફરીથી તેઓ ઝંઝાવાતી પ્રચાર આરંભશે. ખાસ કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત વખતે ભાજપને અહીં મૂશ્કેલી પડી હતી. જેથી સૌથી વધુ પ્રચાર અહીંથી કરવામાં આવી રહ્યો છે.
આ જગ્યાએ થશે રેલીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે. પીએમ મોદી બપોરે 1.30 કલાકે ભરૂચના નેત્રંગ ખાતે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધશે. જ્યારે ખેડામાં બપોરે 3.30 કલાકે અને સુરતના મોટા વરાછાના ગોપીન ગામમાં સાંજે 6.30 કલાકે વિશાળ જનસભાને સંબોધશે