ચીમકી આપી હતી કે જો પોલીસની ધમકી બંધ નહીં થાય તો તેઓ પ્રાંત કચેરી સામે ધરણા પર બેસશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમના પ્રચારને તેજ બનાવી રહ્યા છે. આ દરમિયાન કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને સિટીંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આક્ષેપ કર્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસના કાર્યકર નેતાઓને ધમકાવી રહ્યા છે. પોલીસ કોંગ્રેસના નેતાઓને નિષ્ક્રિય થવા દબાણ કરી રહી છે તેવો મોટો આક્ષેપ લગાવ્યો છે.
કલોલમાં ભાજપના બકાજી ઠાકોર, કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને AAPના કાંતિજી ઠાકોર વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામી રહ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.