આદિવાસી વિસ્તારમાં પીએમ આવાસ યોજના અંતર્ગત અંદાજે 20 હજાર ગરીબ પરિવારોને પાકા ઘર મળ્યા છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે.
આજે ભરૂચ નેત્રંગમાં PM મોદી એ સભાને નાગરિકોને સભામાં કરતા વધુમાં જણાવ્યું કે, ગુજરાતે જે મને શિક્ષણ આપ્યું , જે સંસ્કાર આપ્યા તે આજે પણ મને લેખે લાગે છે. દિલ્હી મોકલ્યો છે તો પણ હયૈ તો મારા ગુજરાતીઓ જ હોય. શૌચાલય,ગેસ કનેકશન,નળ થી જળ સહિતના અનેક કામો કર્યા છે. દસ લાખ થી વઘારે પાકા ઘરો એકલા ગુજરાતમાં બન્યા છે તેમાથી 7 લાખ ઘરોમાં લોકો રહેવા ગયા છે. આદિવાસી વિસ્તારમાં પીએમ આવાસ યોજના અંતર્ગત અંદાજે 20 હજાર ગરીબ પરિવારોને પાકા ઘર મળ્યા છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. કોરોનામાં દેશની જનતાને ફ્રીમાં રસી આપી છે દેશમાં 200 કરોડ કરતા વધુ રસીના ડોઝ આપી દીધા છે. આજે ભારતમાં મોબાઇલ ફોન ડેટા સસ્તા છે. આવનાર દિવસોમાં મોબાઇલ ફોનથી શહેરમાં બેઠેલા ડોકટરોની સેવા મળશે. જો કોંગ્રેસની સરકાર હોત તો મોબાઇલ ફોનનું બીલ ચાર થી પાંચ હજાર આવત.
ખેડૂત ભાઇઓના ખાતામાં દર વર્ષ પીએમ કિસાન સન્માન નિધીના ત્રણ વખત બે-બે હજાર રૂપિયા સિધા ખાતામાં જમા થાય છે. આજ વિસ્તારમાં 2 લાખ ખેડૂતોના ખાતમાં સિધા રૂપિયા જમા થયા છે ખાતામાં સિધા જાય એટલે કોઇ ખાતુ નથી. અંદાજે 400 કરોડ રૂપિયા આજે આ વિસ્તારના ખેડૂતોના ખીસ્સામાં ગયા છે. ભાજપ સરકારે દેશમાં સૌથી પહેલા આદિવાસી બહેનને રાષ્ટ્રપતી બનાવ્યા આ કોંગ્રેસ વાળાને સુજ્યુ જ ન હતું. આજે જંગલોમાં પેદા થતી 90 જેટલી વસ્તુઓ આપણી ખરીદી શકીએ છે જેનાથી આદિવાસીઓની રોજગારી મળી રહે છે. આજે આઝાદીને 75 વર્ષ થયા તો પણ જંગલમાંથી વાંસની ખેતી કરવા નિયોમ હતા કે તમે વાંસ કાપી ન શકો, ઉગાડી ન શકો , વહેચી ન શકાય આવા નિયમો બદલી આજે વાંસ વહેચી શકે છે અને ખેતી પણ થાય છે. આ વખતની ચૂંટણીમાં પોલીગં બુથમાં પહેલા કરતા સૌથી વધુ મતદાન કરવાજો તેવી વિનંતી કરી.