રાજ્યસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. 24 જુલાઈએ 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આજે જ કેન્દ્રીય ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કર્યો છે.
24 જુલાઈના રોજ રાજ્ય સભાની બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી લક્ષી પરીણામ પણ 24 જુલાઈના રોજ 5 વાગે જાહેર કરવામાં આવશે. ગોવા, ગુજરાત, બંગાળની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને લઈને કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે, 6 જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 13 જુલાઈ રહેશે.
જેમાં ભાજપ આ વખતે કેટલાક ચહેરાઓ બદલી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો છે. કોંગ્રેસની કેટલીક બેઠકો પણ આ વખતે ભાજપના ફાળે પૂરતું સંખ્યાબળ ના હોવાના કારણે જશે. ત્યારે ઓ અત્યારના ચહેરાઓ બદલવામાં આવી શકે છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 2 ચહેરાઓ બદલાશે. જેથી આ વખતે નવો ચાન્સ ભાજપમાંથી મળવાની શક્યતા છે. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર જુગલજી ઠાકોર, દિનેશ અનાવાડીયા ડ્રોપ થઈ શકે છે આ સાથે કેન્દ્રીય મંત્રી જય શંકર પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જેથી વિદેશ પ્રધાનને ફરીથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવવામાં આવશે.