અમદાવાદ જિલ્લાના 2121 વૃદ્ધો, દિવ્યાંગો સહીતના મતદારોએ કલેક્ટર કચેરીમાં પોસ્ટલ બેલેટ વોટિંગ માટે ઓનલાઈન અરજી કરી હતી.
જેમાંથી 25મી નવેમ્બરથી શરૂ થયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 2044 સુધી જિલ્લાના વૃદ્ધો અને વિકલાંગ મતદારોએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને તેમના મતદાનના અધિકારનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઘરે ઘરે જઈને મત એકત્ર કરી રહ્યા છે. 80 વર્ષથી વધુ ઉંમરના વિકલાંગ વડીલો કે જેમણે ફોર્મ 12-ડી ભર્યું છે અને જેઓ રાજ્યભરમાં મતદાન મથક પર જઈ શકતા નથી તેમના માટે મતદાન કરવામાં આવ્યું છે.
આ વિધાનસભા ચૂંટણીઓમાં, ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વયના વિકલાંગ વડીલો, વિકલાંગો અને કોરોના પીડિતો માટે બેલેટ પરથી મતદાનની વ્યવસ્થા કરી છે. ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ સપ્તાહમાં 80 વર્ષથી વધુ ઉંમરના 2147 વૃદ્ધ , દિવ્યાંગ મતદારોએ મળી કુલ ફોર્મ 12-ડી ભર્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ પોસ્ટલ બેલેટની તમામ વ્યવસ્થા સાથે આવા મતદારોના ઘરે પહોંચી હતી.. તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો અથવા તેમના નિયુક્ત પ્રતિનિધિઓ પણ હોય છે. ઘરમાં મતદાન મથક બનાવી તેની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી અને ત્યારબાદ મતદારોએ મતદાન કર્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથકની જેમ જ ગુપ્તતા જાળવવામાં આવી હતી.