અત્યારે હું મારી સાથે 25 હજાર બિલ લઈને આવ્યો છું. પંજાબમાં 61 લાખ ઘરોમાં વીજળીનું બિલ ફ્રી આવ્યું છે. 75 લાખ ઘરોમાં મીટર છે. ડીસેમ્બરનું બિલ હશે તેમાં 67 લાખ થશે.
સીએમ માને વધુમાં કહ્યું કે, આપ પાર્ટીએ દિલ્હીમાં વીજળી ફ્રીનું વચન આપ્યું હતું દિલ્હીમાં આ કામ થયું પંજાબમાં પણ આ જ કામ સફળતા સાથે પૂર્ણ થયું છે. આ અમારી ગેરન્ટી સામે ત્યારે પણ વિપક્ષ કહે છે કે, પૈસા ક્યાંથી આવશે. ગુજરાતમાં અમને ફ્રીની વીજળીને લઈને કહેવામાં આવી રહ્યું છે.
અત્યારે હું મારી સાથે 25 હજાર બિલ લઈને આવ્યો છું. પંજાબમાં 61 લાખ ઘરોમાં વીજળીનું બિલ ફ્રી આવ્યું છે. 75 લાખ ઘરોમાં મીટર છે. ડીસેમ્બરનું બિલ હશે તેમાં 67 લાખ થશે, જાન્યુઆરીમાં અંદાજિત 70 લાખ ઘરોમાં વીજળીનું બિલ ફ્રી થશે કેમ કે, શિયાળામાં એસી, પંખા ઓછા ચાલે છે.
અમે 100 મહોલ્લા ક્લિનિક 15 ઓગષ્ટ સુધી બનાવી દીધા છે. જૂની પેન્શન યોજના અંતર્ગત આગામી સમયમાં આપીશું. અમે ધારાસભ્યોને પેન્શન આપતા હતા તે પેન્શન અમે બંધ કરી દીધું છે. તેમ પણ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રોડ રસ્તાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.