સીઆર પાટીલે મીડીયા સમક્ષ દાવો કર્યો છે કે, ભાજપ ત્રણ રેકોર્ડ આ વખતે બનાવી રહી છે. 8 તારીખે તમને આ રેકોર્ડ વિશે ખ્યાલ આવી જશે. કોંગ્રેસને સીએમ પસંદ કરવાની જહેમત ઉઠાવવી નહીં પડે તેમ પણ સીઆર પાટીલે ટોણો મારતા કહ્યું હતું.
સીઆર પાટીલે કહ્યું 1.51 કરોડ વોટ પડ્યા
ઓછા વોટીંગને લઈને સીઆર પાટીલે કહ્યું કે, પ્રથમ તબક્કામાં ગત 2017 કરતા 10 લાખ વોટ વધુ પડયા છે. 1.41 કરોડનું વોટીંગ ગત વખતે થયું હતું જ્યારે આ વખતે 1.51 કરોડ વોટીંગ થયું છે જે ગત વખત કરતા વધુ છે. ટોટલ વોટ પ્રમાણે 10 લાખ વોટ વધુ મળ્યા છે. 93 સીટોનું મતદાન બાકી છે જેથી વધુ વોટ થશે. પાટીલે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આજે પ્રચાર પડઘમ પણ શાંત પડશે. આ વખતે પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ જે સભાઓ કરી છે તેના કારણે જીતની આશા અમે આ વખતે પણ રાખી રહ્યા છે પરંતુ રેકોર્ડ પણ અમે ત્રણ નોંધાવીશું. આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ પ્રથમ તબક્કામાં થયું છે. 5 તારીખે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થશે.
સીઆરનો આ ત્રણ રેકોર્ડનો દાવો
સૌથી વધુ ઉમેદવાર જીતશે
સૈથી વધુ વોટ શેરથી જીતીશું
સૌથી વધુ સીટો જીતીશું
ગોંડલ વિરોધને લઈ કહી આ વાત
કોંગ્રેસના બક્ષી પંચના સીએમની જાહેરાતનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો ત્યારે આ મામલે કહ્યું કે, અલગ અલગ પાર્ટીઓ પોતોનો એજન્ડા નક્કી કરતી હોય છે કયા વર્ષમાં સીએમ બનાવવાના છે તેની જાહેરાત નથી કરી 2022ના ઈલેક્શનમાં આવી તકલીફ લેવાની જરુર નહીં પડે ઈલેક્શન કમિશન દ્વારા આવશ્યકતા મુજબ કાર્યવાહી નાની મોટી જગ્યાએ ફરીયાદ મળતા થઈ રહી છે. પરીણામના દિવસે કોઈ સ્થિતિ બગડશે નહીં. 63 ટકા જેવું બંપર મતદાન થયું છે. કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. નાનો મોટો અંગત વિરોધ ગોંડલમાં કદાચ હશે પરંતુ પાર્ટી અને મતદારો વચ્ચે કોઈ આ પ્રકારનો બનાવ નથી બન્યો.
નારાજ ભાજપના કાર્યકરો ગયા છે તેમને પાછા નહીં લેવાય
ભાજપનો કાર્યકર્તા સંવેદનશીલ છે ટિકિટ માંગી હોય તો નારાજગી કદાચ આવી હશે ત્યારે આ નેતાઓે સાથે વાત કરી છે ત્યારે તે પાર્ટીના કામમાં લાગી પણ ગયા હશે, જે નથી માન્યા તેના વિરુદ્ધ પણ પગલા લેવાયા છે. સ્થાનિક સ્વરાજમાં કેટલાક લોકો અહીંથી ગયા હશે. જીતે ત્યારે પણ અહીંથી ગયેલાની અત્યારે કોઈને પાછા લેવાની અમારી તૈયારી નથી. 2022 પછી અશિસ્ત કર્યા પછી પાછા નથી લીધા. પહેલા એવું હતું કે સમજાવી લેવું પરંતુ હવે અશિસ્ત કરનારને પાછા નહીં લેવાના નિર્ણયને જારી રાખી આ નિર્ણય અકબંધ રાખવાનો પ્રયત્ન કરાશે.