નિકોલેન્કોએ જણાવ્યું હતું કે મેડ્રિડમાં યૂક્રેનિયન દૂતાવાસને વિસ્ફોટક ઉપકરણ ધરાવતું પેકેટ મોકલવામાં આવ્યા પછી તેને લોહિયાળ પાર્સલ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર બુધવારે પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે આગ ફાટી નીકળી હતી અને એક કર્મચારી ઘાયલ થયો હતો
હકીકતમાં, શુક્રવારે, યૂક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેહ નિકોલેન્કોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તેમને ‘ખૂની પાર્સલ’ મોકલવામાં આવી રહ્યા છે. આ પાર્સલ હંગેરી, નેધરલેન્ડ, પોલેન્ડ, ક્રોએશિયા અને ઇટાલીમાં યૂક્રેનિયન દૂતાવાસો તેમજ નેપલ્સ, ઇટાલી, ક્રાકો, પોલેન્ડ અને ચેક શહેર બ્રાનોના કોન્સ્યુલેટને મળ્યા છે.
વિસ્ફોટક ઉપકરણ ધરાવતા પાર્સલ પછી મળ્યા લોહીવાળા પાર્સલ
નિકોલેન્કોએ જણાવ્યું હતું કે મેડ્રિડમાં યૂક્રેનિયન દૂતાવાસને વિસ્ફોટક ઉપકરણ ધરાવતું પેકેટ મોકલવામાં આવ્યા પછી તેને લોહિયાળ પાર્સલ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર બુધવારે પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે આગ ફાટી નીકળી હતી અને એક કર્મચારી ઘાયલ થયો હતો. તે આ અઠવાડિયે સ્પેનમાં મળી આવેલા કેટલાક વિસ્ફોટક પાર્સલ પૈકીનું એક હતું. આ ઉપરાંત, વેટિકનમાં યૂક્રેનિયન રાજદૂતના નિવાસસ્થાનના પ્રવેશદ્વારને પણ તોડી પાડવામાં આવ્યો હતો. તેમજ કઝાકિસ્તાનમાં દૂતાવાસને વિસ્ફોટકો વડે હુમલાની ચેતવણી આપવામાં આવી છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.
પેકેટમાં મળી માછલીની આંખો
પોલેન્ડમાં, વોર્સોમાં પોલીસ પ્રવક્તાએ ગુરુવારે પોલિશ રાજધાનીમાં યૂક્રેનિયન કોન્સ્યુલેટમાં પેકેજના આવવાની પુષ્ટિ કરી. દૂતાવાસના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જયારે પોલીસે જણાવ્યું હતું કે એક્સ-રે સ્કેનમાં તપાસવામાં આવેલા પેકેટમાં કોઈ વિસ્ફોટકો મળ્યા નથી. તે પેકેટમાં પ્રાણીઓની આંખો મળી આવી હતી, જેને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવી હતી. વેટિકનમાં યૂક્રેનના રાજદૂત આન્દ્રે યુરાશે પુષ્ટિ કરી હતી કે નેપલ્સમાં તેમના દેશના કોન્સ્યુલેટ અને ઇટાલીમાં દૂતાવાસ બંનેને પાર્સલમાં માછલીની આંખો મળી આવી.