પોલીસને ખુલ્લો પડકાર : સેગવા ચોકડી નજીક વિવિધ ચાર સ્થળોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ શિનોર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર સેગવા ચોકડી નજીક વિવિધ ચાર સ્થળોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ
વડોદરા જિલ્લના શિનોર પોલીસ મથક અંતર્ગત, સેગવા ચોકડી ખાતે આઉટ પોસ્ટ પોલીસ ચોકી આવેલી છે.. મંગળવાર ની રાત્રે સેગવા ચોકડી નજીક ના વિવિધ ચાર સ્થળો પૈકી સેવન સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ, માર્સલ પ્લસ, તથા શ્રીજી રેસીડેન્સી ખાતે ના એક મકાન ને નિશાન બનાવી એક જ રાતમાં વિવિધ ચાર સ્થળોએ, તાળા અને બારી ની ગ્રીલ તોડી,ચોરી નો પ્રયાસ કરતાં,નાઇટ પેટ્રોલીંગ ના નામે હરકતમાં આવેલી સેગવા પોલીસ, બુધવાર ની સવારે દોડતી થઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ શ્રીજી રેસીડેન્સી ખાતે રહેતા જી.ઇ.બી કર્મચારી સુમનભાઈ તડવી ના બંધ મકાનમાં,બારી ની ગ્રીલ તોડી ચોરી થયેલ છે પરંતુ તેઓ પોતે આવ્યા બાદ ચોરી માં ગુમાવેલી મત્તા ની હકીકત સામે આવી છે..
અન્ય ત્રણ સ્થળો પૈકી બે સ્થળોએ તિજોરીઓ તોડી સર સામાન વેરવિખેર કરેલો જોવા મળ્યો છે.. જોકે મેઇન રોડ પર આવેલા માર્સલ પ્લસ માં ચોરી ના ઇરાદે પ્રવેશેલા તસ્કરો,સી.સી.ટી.વી ફૂટેજ માં કેદ થયેલા દેખાય છે.ઉલ્લેખનીય છે કે એક જ રાતમાં વિવિધ ચાર સ્થળોએ તાળા તોડી ચોરી નો પ્રયાસ થી શિનોર પોલીસ ની નાઇટ પેટ્રોલીંગ ની કામગીરી, હરકતમાં આવી છે.. ત્યારે સી.સી ટી.વી ફૂટેજ ના આધારે તસ્કર ટોળકી સુધી પહોંચવા માં, પોલીસ સફળ રહે છે કે કેમ ?? તે જોવું રહ્યું…