અગાઉ આ નવો વેરીયન્ટ વડોદરામાં સામે આવ્યો હતો ત્યારે SSG હોસ્પિટલમાં તૈયારીઓ તેજ
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો થયો છે. જેમાં 22 ડિસેમ્બરે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. અગાઉ આ નવો વેરીયન્ટ વડોદરામાં સામે આવ્યો હતો ત્યારે SSG હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ડૉક્ટરો દ્વારા લોકોને સલાહ અપાઈ રહી છે કે, કોરોનાના નવા પ્રકાર વેરીયન્ટથી ગરભરાવવાની જરુર નથી. આ સાથે કેટલીક સાવચેતી રાખવા માટે જણાવાયું છે. વડોદરાની એક મહિલામાંબે મહિના પહેલા આ વેરીયન્ટ સામે આવ્યો હતો જો કે, આ મહિલા અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.
22 બેડનો વોર્ડ નવા વેરીયન્ટને લઈને શરુ કરાયો
વડોદરાવાસીઓને કોરોનાથી કોઈ નુકસાન ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 22 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જો દર્દીઓની સંખ્યા વધશે તો સુવિધા વિસ્તારવામાં આવશે. સાવચેતીના ભાગરૂપે SSG હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક સહિતની તમામ વ્યવસ્થા તેમજ મેડીકલ સંસાધનો તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય કોરોનાના વધતા સંક્રમણથી બચવા માટે લોકોને મોટી સંખ્યામાં કે ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં જાણો શું છે કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો થયો છે. જેમાં 22 ડિસેમ્બરે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોનાના 02, ભાવનગરમાં 02, દાહોદમાં 01 અને તાપીમાં 01 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે. બે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા.