ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ, એઆઈએમઆઈએમ સહિતના પક્ષો પ્રચાર મેદાને છે.
સુરત પર ફોકસ
ત્યારે ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાઓને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આ વખતે રાત્રિ રોકાણ કરશે. ખાસ કરીને આ વખતે સુરત પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં આપ પાર્ટીની સભાઓ યોજાઈ રહી છે. ગોપાલ ઈટાલિયા સહીતના નેતાઓ પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પણ સુરતમાં હર્ષ સંઘવી સહીતના નેતાઓ આ વખતે પણ મેદાને છે. રાત્રિ રોકાણ દરમિયાન સુરતની સ્થિતિનો ચિતાર લેશે. વડાપ્રધાનનો રોડ શો કરવાનો વિચાર પણ ચાલી રહ્યો છે. તેઓ સુરતમાં રોડ શો પણ કરી શકે છે.
આ વિસ્તારોમાં પણ પીએમનો રહેશે પ્રચાર
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. સુરતમાં આ વખતે કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ વિધાનસભા મતવિસ્તારો માટે સંયુક્ત જાહેર સભા થશે.