છત્રાલ ગામના અશ્વિન ગઢવી નામના યુવાનની ચાઈનીઝ દોરી વડે ગળું કપાઈ જતા મોત થયું છે. પ્રતિબંધ છતાં ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થતા એક યુવકે જીવ ગુમાવ્યો છે.
મકરસંક્રાંતિનો તહેવાર ઘણા લોકો માટે દુ:ખનો દિવસ બની ગયો છે. છત્રાલ ગામના અશ્વિન ગઢવી નામના યુવાનની ચાઈનીઝ દોરી વડે ગળું કપાઈ જતા મોત થયું છે. પ્રતિબંધ છતાં ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થતા એક યુવકે જીવ ગુમાવ્યો છે. ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પરંતુ બીજી તરફ જીવલેણ દોરીએ અનેક લોકોના જીવ લીધા છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેટલીક ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમાં પણ કેટલીક દુર્ઘટનાના આંકડાઓ સામે આવ્યા હતા. 108 આંકડા મુજબ રાજ્યમાં દોરીથી ઇજાના કુલ 62 બનાવો નોંધાયા છે.
દોરીથી ઈજા થવાની ઘટનામાં રાજ્યભરમાાંથી અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઇજાના 25 બનાવો બન્યા હતા. રાજ્યમાં છત પરથી પડી જવાના કુલ 164 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ 36 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
પતંગની દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના મહીસાગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિતના અનેક જિલ્લાઓમાં બની હતી. રાજકોટમાં પતંગ ઉડાવતી વખતે એક આધેડ અગાસી પરથી પડી ગયા હતા. આ ઉપરાંત આ પહેલા અમદાવાદમાં અને સુરતમાં પણ એક એક બાળકનું ઉત્તરાયણ પહેલા ઘાબા પર પતંગ ચગાવતા મોત નિપજ્યું છે.