ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે નજીકના બેન્ક ઓફ બરોડા ખાતે સ્કોલરશીપ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા ગઈ હતી તે દરમિયાન નરાધમના સંપર્કમાં આવતા નરાધમે સગીરાનું અપહરણ કરી તેણી સાથે વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાને ૭ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમ સામે બળાત્કાર અપહરણ સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે
2016 થી 2022 દરમિયાન સતત સંપર્કમાં રહી તેણીની સાથે વારંવાર બળાત્કાર કર્યો
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે મારી દીકરી નેત્રંગની નવી જામુની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તેણીની શિક્ષણની શિષ્યવૃત્તિ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવું જરૂરી હતું અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ગઈ હતી તે વેળા આરોપી અલ્પેશકુમાર અર્જુનભાઈ વસાવા રહેવાસી ચાસવડ ઝરણા નેત્રંગ નાઓ વર્ષ 2016 થી 2022 દરમિયાન સતત સંપર્કમાં રહી તેણીની સાથે વારંવાર બળાત્કાર કર્યો હોવાના ફરિયાદીએ આક્ષેપ કરી બેંક એકાઉન્ટ ખોલાવવા સમયે અલ્પેશ વસાવા વિદ્યાર્થીનીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ બંને જણા ફોન ઉપર વાતચીત કરતા હતા અને ભોગ બનનારને પ્રથમ વખત કપડા આપવાની લાલચ આપી પંજાબ નગરી ગામની સીમા લઈ જઈ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યુ હતું, અને ત્યારબાદ પણ વારંવાર ફરિયાદીના ઘરની અંદર પ્રવેશ કરી જબરજસ્તીથી સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડિકલ તપાસ અર્થે લઈ જતા તેના પેટમાં ૭ માસનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટતા નરાધમ સગીરાને વારંવાર મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર કરતો હોય તેવી કેફિયત પીડીતાએ રજૂ કરી હતી જેના પગલે પીડીતાની માતાએ તાબડતોબ નજીકના પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે પીડિતાની માતાની ફરિયાદ લઈ નરાધમ અલ્પેશ અર્જુન વસાવા સામે અપહરણ બળાત્કાર તથા જાનથી મારી નાખવા સહિત પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
એક જ દિવસમાં સગીરાઓને ગર્ભવતી બનાવવાની બે ફરિયાદ નોંધાઈ
એક જ દિવસમાં ભરૂચ જિલ્લામાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં સગા મામા પોતાની ભાણકીને એકટીવા શીખવવાના બહાને લઈ જાય વારંવાર બળાત્કાર ગુજારતા તેણીને એક મહિનાનો ગર્ભ રહી ગયો હતો તો નેત્રંગ પંથકમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિષ્યવૃતિ માટે બેંકમાં એકાઉન્ટ ખોલાવવાના બહાને તેના સંપર્કમાં આવેલા નરાધમે વારંવાર તેની સાથે દુષ્કર્મ આંચળતા વિદ્યાર્થી ગર્ભવતી બની ગઈ હતી અને ૭ માસનો ગર્ભ હોવાનું તબીબોની તપાસમાં સામે આવતા નેત્રંગ પોલીસમાં બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે