રાજકોટ જિલ્લાના રમતવીરોને ખેલ મહાકુંભ સ્પર્ધાની વિવિધ કક્ષામાં યોજાનારી ૩૯ થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨.૦નું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાના માધ્યમથી રમતગમતનુ વાતાવરણ ઉભુ થાય, રમતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા, ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ખેલ મહાકુંભ સ્પર્ધાનો ઉમદા આશય છે. ખેલ મહાકુંભની ગ્રામ્ય કક્ષા,શાળા કક્ષા,તાલુકા કક્ષા,જિલ્લા કક્ષા અને રાજય કક્ષા સુઘીનું અલગ-અલગ વયજૂથમાં વિવિઘ ૩૯-રમતોની સ્પર્ઘાઓના રજીસ્ટ્રેશન માટે તા. ૨૩/૦૯/૨૦૨૩ના રોજ ખેલ મહાકુંભ-૨.૦ રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યંક્રમ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે ખેલ મહાકુંભ- ૨.૦ અંતર્ગત બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સુધી વિવિધ ૩૯-રમતોને અલગ-અલગ વય જૂથમાં સમાવેશ કરી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેથી ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પર લોગ ઇન કરવાનું રહેશે ખેલ મહાકુંભ–૨.૦ અંતર્ગત અંડર-૯ અને ૧૧, અંડર-૧૪, અંડર-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનુ ફરજિયાત રહેશે તેમજ ઓપન , 40 ,60 (સિનિયર)ઉપર વય જૂથના લોકો ખેલમહાકુંભમાં ભાગ લેવા વી પી જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.