સુરત: રમત ગમતના ક્ષેત્રમાં ક્રિકેટ રમતનો વર્ગ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સમય પ્રમાણે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ સંસ્થાઓ ખેલાડીઓના પડખે ઊભી રહેતી હોય છે. ક્રિકેટ જગતમાં જ્યારે ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આઈપીએલ અને T20 જેઓ માહોલ ઊભો કરવા માટે ખેલાડીઓ અને વિવિધ સ્પોંસરો મૈદનમાં ઉતરતા હોય છે.
ગુજરાતના સુરત શહેરમાં તારીખ ૨૮મી જાન્યુઆરી ના રોજ, શનિ મંદિર, પાલનપુર જકાત નાકા સ્થળે સુરત મરાઠા સમાજ ક્રિકેટ એસોસિયેશન માન્યતા પ્રાપ્ત “છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંઘરુંન” દ્વારા “રાયગડ પ્રીમિયર લીગ” RPL માટે ખેલાડીઓનું ભવ્ય ઓક્ષણ માટે કાર્યક્રમ યોજાયો હતો જેનો માહોલ આઈપીએલ ઑક્ષણની જેમજ નજરે પડતો હતો. મળતી માહિતી અનુસાર ‘રાયગડ પ્રીમિયર લીગ ૨૦૨૩’ માં ભાગ લેવા માટે ટોટલ ૨૫૦+ ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં સૌથી વધુ ૪૫૦૦ પોઈન્ટ ખર્ચ કરીને શ્રી ગણેશ દબડે ને પાણેશ્વરી ફાઈનાન્સ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ ઑક્ષણમાં ટોટલ ૮ જેટલી ભાગીદાર ની ટિમ હતી
૧) શ્રી પરેશ પોલ, ટિમ નુ નામ: પોલ ઈલેવન, ૨) શ્રી સંપત કણોખે, ટિમ નુ નામ: ઈશાન ઈલેવન, ૩) શ્રી સંતોષ ખાઘવ, ટિમ નુ નામ: પાણેશ્વરી ફાઈનાન્સ ગ્રુપ, ૪) શ્રી ભાવેશ કદમ, ટિમ નુ નામ: ખિયા ફાઈટ્સ, ૫) શ્રી ઘર્મેશ બામને, ટિમ નુ નામ: શ્રી સમર્થ ઈલેવન, ૬) શ્રી સુહાસ પવાર, ટિમ નુ નામ: સાંઈ આશિષ ગ્રુપ, ૭) શ્રી નૈતિક કાલગુડે, ટિમ નુ નામ: નૈતિક બાઇટર્સ, ૮) શ્રી ગણેશ માણકર, ટિમ નુ નામ: માસ્ટર માઇન્ડ.
‘રાયગડ પ્રીમિયર લીગ ૨૦૨૩’ ની રમતો તારીખ ૧૧મી અને ૧૨મી ફેબ્રુઆરીના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં કાસાનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિહાળવા મળશે જેમાં માત્ર સુરત જ નહિ પરંતુ સંપુર્ણ ગુજરાતમાંથી સમાજના આગેવાનો ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેવાના છે તેવી માહિતી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંઘરુંન ના અઘ્યક્ષ શ્રી રૂપેશ કોંડાલકર દ્વારા આપવામાં આવી હતી.
ખેલાડીઓના ભવ્ય ઑક્ષણ સમારંભમાં મહેમાન તરીકે નાયક મરાઠા સમાજ સેવા સંઘના અઘ્યક્ષ શ્રી ગણેશ શેડગે, મરાઠા સમાજ ક્રિકેટ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી યોગેશ મોરે, માંઘરુંન ગ્રામસ્ત મંડળ સુરત ના પ્રમુખ શ્રી ચંદ્રકાંત શિંદે તેમજ પદાધિકારીઓ, આઈ વિટનેસ ચેનલ ના કુમાર શરદ સાવંત, શ્રી ટીનું તાંદલેકર ડીજે, સમાલોચક શ્રી સંદિપ પાર્ટે, છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંઘરુંન ના અઘ્યક્ષ શ્રી રૂપેશ કોંડાલકર તેમજ સહયોગી શ્રી રાજેશ શિંદે, શ્રી અજય પવાર, શ્રી નાગેશ લુસ્ટે, શ્રી પ્રશાંત શિંદે, શ્રી ભરત ચોરગે, શ્રી અશોક શિંદે, શ્રી વિશાલ શિંદે, શ્રી પ્રવીણ શિંદે, કુમાર યશ ચોરગે, કુમાર નીતિન શિંદે તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઓક્શન સમારંભ પૂરો થયો હતો.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર