યુપીએસસીની બેઠક ના મળતા ડીજીપીના નામ પર મહોર નથી વગી. જેથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે નામ જાહેર કરાશે.
રાજ્ય ડીજીપી આશિષ ભાટીયાનો આજે ડીજીપી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આજે નવા ડીજીપીના નામથી જાહેરાત થઈ શકે છે. જો કે, આજે ઈન્ચાર્જ ડીજીપીના નામની જાહેરાતા થાય તેવી શક્યતા છે. કેમ કે, ડીજીપીના નામ પર હજુ સુધી મહોર ના વાગી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
આજે રાજ્ય ડીજીપી એવા આશિષ ભાટીયા કે જેમનો કાર્યકાળ એક વર્ષ વધારાયો હતો પરંતુ આજે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. યુપીએસસીની બેઠક ના મળતા ડીજીપીના નામ પર મહોર નથી વગી. જેથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે નામ જાહેર કરાશે. જેમાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે કેટલાક નામો સામે આવી રહ્યા છે.
આજે ઈન્ચાર્જ ડીજીપીના નામને લઈને નોટીફીકેશન જાહેર કરવામાં આવશે. જેમાં અમદાલાદ સીપી સંજ્ય શ્રીવાસ્તવનું નામ સામે આવી રહ્યું છે ત્યારે આ ઉપરાંત વિકાસ સહાયને પણ ઈન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપાઈ શકે છે. સાંજ સુધી નોટીફિકેશન ઈન્ચાર્જ ડીજીપી તરીકેનું જાહેર થઈ શકે છે. આશિષ ભાટીયા બાદ ઈન્ચાર્જ ડીજીપી નિમવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 3 મહિના જેટલો સમયગાળો સંજય શ્રીવાસ્તવના કાર્યકાળનો રહ્યો હોવાથી તેમને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવે તેવી શક્યતા વધુ છે.
પોલીસમાં રહી અનેક જવાબદારીઓ પાર પાડી છે આશિષ ભાટીયાએ આજે અંતિમ દિવસ
આશિષ ભાટીયા ડીજીપી તરીકે રીટાયર્ડ થઈ રહ્યા છે તેઓ અગાઉ અમદાવાના સીપી પણ રહી ચૂક્યા છે. આશિષ ભાટિયાએ અમદાવાદમાં 2008ના સિરિયલ બ્લાસ્ટનો કેસ માત્ર 19 દિવસમાં ઉકેલ્યો હતો. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો સમયે, આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ હતા. તેમણે અને SITની ટીમે બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીન મોડ્યુલનો પર્દાફાશ કરીને સમગ્ર મામલાને તોડી પાડ્યો હતો અને 30 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. 2008માં લઠ્ઠાકાંડમાં પણ સક્રીય ભૂમિકા નિભાવી હતી.